Pot |
In and Out(અંદર અને બહાર) :
આપણું શરીર આપણું ધડ વિવિધ અંગો, હાડમાંસ, ચામડી, રુવાટીથી બનેલું છે.જેને આપણી અંદરનીબાજુ કહેવાય છે. આપણું જગત આપણી બહારની બાજુ કહેવાય છે. આપણા શરીરમાં છે તેજ બહાર
જગતમાં છે. તેને આપણે આપણા જ્ઞાન મુજબ જોઈ શકીએ છીએ. તેને જ સાચી રીતે જોવું એમ કહી
શકાય છે.
Know Outside (બહારની ઓળખ):
આપણે જગતને આપણી આંખોથી જોઈએ છીએ ત્યારે આપણી આંખ સામે જે દ્રશ્ય હોય છે તે દ્રશ્યસાચું હોતું નથી.આપણા શરીરની અંદર જે હોય છે તેજ બહાર જગતમાં દ્રશ્યરૂપે પ્રગટ થાય છે.જગતના
આ દ્રશ્યમાંથી કોઈ વસ્તુ, પ્રાણી, વનસ્પતિ, જીવજંતુ આપણી પાસે આવીને સક્રિય બને ત્યારે તે કોઈ
સમજ આપી, સૂચન કરી જાય છે.અથવા આપણે તેને કોઈ સૂચન,સમજ આપી, મદદ આપી સંતુષ્ટ
કરીએ છીએ. ત્યારે તે આપણા શરીરનાજ કોઈ અંગમાંથી જગતના દ્રશ્યનો આધાર લઈ એટલે કે તેની
અંદર પ્રવેશીને, અથવા વસ્તુમાં પ્રવેશ કરીને આપણી સાથે સમજ,સૂચન આપી કે લઇને અદ્રશ્ય
થાય છે.
આ રીતે સમય સાથે જુદા જુદા દ્રશ્ય પ્રગટ થયા કરે છે. આ પ્રગટ થયેલા જગતના દ્રશ્યમાં આપણી
અંદરનો કોઈ અંગ, અવયવ આધાર લઈને સતત પ્રગટ થયા જ કરે છે,સતત સમજ, સૂચન,
માર્ગદર્શન આપ્યા કરે છે. અથવા સમજ, સૂચન, માર્ગદર્શન લઈ જાય છે. એ રીતે આપણે અંદર અને
બહારની સાચી ઓળખ કરી શકીએ છીએ.
ઉપયોગ :
કયારેક આપણને દિશાસમજ ન હોય,કોઈ મુશ્કેલ કાર્યનો ઉકેલ મેળવવો હોય ત્યારે આપણી આંખ સામેપ્રગટ દ્રશ્યમાંથી જવાબ મળી જાય છે.
એટલેજ કબીર સાહેબ એમ કહી ગયા છે.:
घट घट मेरा साईयां, सुनी सेज न कोय ।बलिहारी घट तासु की, जा घट परघट होय।।
- સંત કબીર
સતત અભ્યાસથી સમજ દ્રઢ બનશે, જીવન સરળ, સફળ બનશે.
No comments:
Post a Comment