![]() |
HEAVEN |
Heaven :
સ્વર્ગ: સ્વર્ગ એટલે તમામ પ્રકારના સુખ, સુખમય સમય, સદ્ વિચાર,સદભાવ અને સદાચાર. ઐશ્વર્યયુક્ત યશ, કિર્તિમાન અને ઉધર્વગતિને સ્વર્ગ કહેવાય છે.Our Own Heaven :
આપણે જ્યારે કંઇક કહેવા માટે, વાતચિત કરવા માટે મોઢું ખોલીએ છીએ ત્યારે સ્વર્ગનું દ્વાર ખુલે છે.પ્રસન્નચિતે સારા વિચારો સાથે ઉપયોગી અક્ષરો, શબ્દો અને વાક્યો મોઢામાંથી નીકળે છે ત્યારે આપણે સ્વર્ગમાં હોઇએ છીએ. આ સમયે આપણે સ્વર્ગના દેવતા સ્વરુપે હોઇએ છીએ. એટલે કે આપણે સ્વર્ગમાં
હોઇએ છીએ.જ્યારે જ્યારે આપણા મુખમાંથી સારી વાણી નીકળતી હોય છે ત્યારે ત્યારે આપણે સ્વર્ગમાં
હોઇએ છીએ. ઉપયોગી, સુખ ઉપજાવનારી વાતચિત, વાણી આપણું સ્વર્ગ છે. આ રીતે આપણે આપણા
સ્વર્ગને ઓળખી શકીએ છીએ. સુખમય જીવન જીવી શકાશે.
Speech :
![]() |
Our Own Heaven |
સદભાવ અને સદવિચાર સાથે યોગ્ય હાવભાવથી શુધ્ધ ઉચ્ચારવાળી વાણી સ્વર્ગની ઓળખ છે. તેથી
વાતચિત કરવા માટે સમજપૂર્વક કહી શકાય, સમજાવી શકાય તેવી ભાષામાં વાતચિત કરવી જોઇએ.
No comments:
Post a Comment